પૂજા પ્રાર્થના
હે મહારાજ, હે સ્વામી, હે
પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ,
અમને સત્સંગનું યથાર્થ સુખ
આવે તે માટે અમારી સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો.
અંતઃશત્રુ થકી તથા અહં મમત્વરૂપી માયા થકી અમારી રક્ષા
કરજો. આપનામાં તથા આપના ભકતોમાં અખંડ દિવ્યભાવ રહે. પરિવારમાં તથા સત્સંગમાં સંપ
વધારવાનું બળ અને પ્રેરણા મળે. સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય, દાસાનું દાસ
બની રહેવાય. મહિમા સાથે સેવા અને ભકિત થાય. અમારા અંતરમાં અખંડ શાંતિ રહે અને આપના
સંગે એકાંતિક ધર્મ સિધ્ધ કરી અક્ષરધામ પામીએ એવા આશીર્વાદ આપજો.
જય સ્વામિનારાયણ.
નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ ૦૧-૦૭-૨૦૨૦
પ.પુ મહંતસ્વામી મહારાજને કરવામાં આવતી
