Wednesday, September 25, 2019

Prayer for – Happy life - પ્રાર્થના



પ્રાર્થના

મારી પ્રાર્થનાથી ઉદ્વેગ ટાળો અને આનંદમાં રહો.


સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સત્પુરૂષ પ્રગટ ગુરૂહરિ પરમ પુજય મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ  થઇ છે ત્યારે મનમાં જરાય શંકા, આશંકા, કે સંશય કે ભય રાખવો નહીં કે મારૂં કલ્યાણ થશે કે કેમ કે મારૂં શું થશે ?

ભગવાનને કોલ આપેલ છે કે, ભગવાન ભકતની અખંડ રક્ષામાં જ છે, જે કરશે તે સારૂ જ કરશે.  હવે તો પ્રગટ સ્વરૂપ મળ્યું છે, તેમાં જીવ જોડી દઇને સ્વરૂપ નિષ્ઠામાં કોઇ ખોટ રાખવી નથી. પ્રાપ્તિનો વિચાર રાખી સ્વરૂપનિષ્ઠામાં જીવ જોડી દેવો છે. 

સત્ પુરુષના ગુણ ગાતા ગાતા બ્રહ્મરૂપ થઇ જવાશે. ભગવાનનું કર્યુ સર્વે થાય છે, માટે ભગવાનને ધીન આધીન રહીને દરેક ક્ષણે, દરેક જગ્યાએ આનંદમાં રહીને પરમેશ્વરનું ભજન કરતા શીખી લઇએ તો મનમાં કોઇ જાતનો ઉદ્વેગ આવે જ નહી, ( ગ.પ્ર. ૭૪) 
                              

જય સ્વામીનારાયણ

Narendra Rathod 
Nashua, NH 03063

25-Sep-19 Wednesday 1:00 PM
અગ્યારસ 



Anger મને ક્રોધ - ગુસ્સો આવે છે ?


ક્રોધ ગુસ્સો એટલે મન ધાર્યું થાય, ત્યારે જે મનોસ્થિતિ થાય અને પરિસ્થિતિ બગડે તેવા સંજોગો ને માનવ ક્રોધ ગુસ્સો કહે છે. એક એવી સંવેદન સ્થિતિ છે જે દુઃખની કે સુખની લાગણીને જેમ માનવ સંબંધ ઉપર અસર કરે છે, એટલી અને તેનાથી પણ વધારે સ્થિતિ આપણાં સંબંધો ઉપર અસર કરે છે. સામાન્યતઃ હઠ, માન અને ઈર્ષાના સંજોગોમાં ધાર્યું થાય, અપમાન થાય કે ઇર્ષ્યાનો ભાવ પેદા થાય ત્યારે મને ઉદ્વેગને પામે છે અને જેમ કુકરની સીટી વરાળ ઉત્પન્ન થવાથી વાગે, તેમ ક્રોધના ગુસ્સા રૂપ સીટી વાગે છે, અને આવા ક્રોધી સ્વભાવ વાળા વ્યક્તિ લાલચ, ધીરજ, સહનશીલતા જેવા ગુણોના અભાવને કારણે ઉદ્વેગને પામે છે, ત્યારે તેના પણ આપણે ત્રણ પ્રકાર પાડી શકીએ. ઉત્તમ ગુણો -પાણીમાં લીટો' મધ્યમ ક્રોધ વાળો રેતીમાં લિટો,અને કનિષ્ઠ ક્રોધ વાળો પથ્થરમાં લિટો જો કે સ્વયંસ્પષ્ટ છે, જો વિચારો કે હું કઈ કેટેગરીમાં આવું છું? તે આત્મચિંતન કરવાનો વિષય છે અને ગુસ્સો ક્રોધ કરવાનો કોઈ ફાયદો છે નથી. કેવળ શારીરિક, આર્થિક, માનસિક સંબંધમાં તમામ ક્ષેત્રે નુકસાન છે. કેવળ ક્ષણિક ભાવ વેગમા આવી જઈને જો ક્રોધ કરવામાં આવે તો જીવનભર પસ્તાવું પડે છે.
          ક્રોધ આવે ત્યારે તેને મટાડવાનો એક અસરકારક ઉપાય થોભો, રોકાઈ જાઓ, અને વિચારો. જો થોડી ધીરજ સહનશીલતા અને વિચારને પામીશું તો તેને કાબુ કરી વિજયને પામીશું.
            તો આવા એક નાનો વિચાર જીવનને જીવંત બનાવી દેશે. તો ચાલો આવા સંજોગોમાં આત્મવિચાર, નિર્દોષ અને દિવ્યભાવનો વિચાર, પોતાનો અવગુણ જોઈ સામે વાળાનો ગુણ જોવાનો વિચાર, સંપ, નિર્દોષભાવ અને દિવ્ય ભાવના વિચાર સાથે આપણે પણ આજથી અત્યારથી આદર્શ જીવન બનાવીએ અને જીવનને જીવંત બનાવીએ.
સુખી થવાનો ઉપાય ~ સરળતા
દુઃખી થવાનો ઉપાય ~ સ્વભાવ

નરેન્દ્ર રાઠોડ, બોસ્ટન, અમેરિકા
તારીખ 17સપ્ટેમ્બર 2019