જય સ્વામિનારાયણ
બી.એ.પી.એસ. ઘાટલોડીયાનો જ નહી પરંતુ સમગ્ર સત્સંગ પરિવારમાં
એક સીમાચિહ્નનરૂપ ઘટના – એટલે જન્મંગલ નામાવલીના સતત ૧૦૦ કલાક સુધી પાઠ કરવા.
પ્રગટ બ્રહમસ્વરૂપ પ્રમૂખ સ્વામી મહારાજના સ્વાસ્થયના એક માત્ર શુભ આશય માટે કરવામાં આવેલ અને વિશેષતો એ છે કે એક માત્ર હરિભકત શ્રી શૈલેષભાઇ પટેલ, (ઘાટલોડીયા)ના સંકલ્પે આ કાર્ય તેમના જ ઘરે સિધ્ધ થયું. આ જન્મંગલ નામાવલીના સતત ૧૦૦ કલાક સુધી પાઠ કરવાના સંકલ્પમાં સંતો, કાર્યકરો અને તમામ બાઇ-ભાઇ હરિભકતોનો સાથ મળતા તે સંકલ્પ સિધ્ધ થઇ શકયો છે.
જેની શરૂઆત તારીખઃ ૧૬-૭-૨૦૧૧ ના રોજ સવારે ૮-૦૦ વાગે થયેલ.
એક કલાકના સરેરાર ૧૪ જેટલા પાઠ થતા હતા, સમયાંતરે કાર્યકરો અને હરિભકતો આવતા રહેતા.
કેટલાક હરિભકતોએ તો ખાસ રજા મુકીને આ લાભ લીધો હતો ત્યારે કેટલાક હરિભકતો મધ્યરાત્રીએ ઉઠીને પણ આ પાઠમાં જોડાવા માટે આવતા,
અમારા એ સદભાગ્ય છે કે આ શૂભકાર્ય માટે બાપાના નિમિતમાત્રથી આ શુભકાર્ય થઇ શકયું. તેમજ અમોને સંતો દ્વારા પ્રેરણા અને જોઇતો પુરો સાથ સહકાર મળતો રહયો છે પુર્ણાહૂતિને દિવસે પૂ વિવેકજીવન સ્વામી અને પુ. યોગેશ્વરસ્વામીની ઉપસ્થિતીએ અમારા શુભકાર્યની દિવ્યતાને ચરમસીમાએ પહોંચાડી દીધી. જે વખતે બાપાના પણ ૧૦૮ નામની યાદીના પાઠ કરવામાં આવ્યા, સંતો ધ્વારા આરતી ધુન અને મહિમાસભર વાતોથી ઉપસ્થિત તમામ ભકતજનોને ખુબ જ પ્રેરીત કરવામાં આવ્યા. અમો તમામ સંતગણના ખુબ જ આભારી રહીશું.
ઘાટલોડીયા પરિવાર એક પરિવાર જેવી પ્રતિતિ આ શુભસંકલ્પમાં અમોને થઇ, બાપા, દરેક કાર્યકર બાઇ-ભાઇ હરિભકતોનો અવિરત પ્રવાહ આવ્યા જ કરતો અને આ કાર્ય કયારે સંપન્ન થઇ ગયું તે અમને ખબર પણ ન પડી.
આ તબકકે એ પણ જણાવવાનું કે સતત ૧૦૧ કલાક સ્વામિનારાયણ મહામંત્રની ધુન મહિલા મંડળ ધ્વારા તારીખઃ ૧૧-૭-૧૧ થી ૧૫-૭-૧૧ સુધી સંસ્કારધામ ખાતે કરવામાં આવેલ.
બી.એ.પી.એસ. ઘાટલોડીયા મંડળના
જય સ્વામિનારાણ