Sunday, March 29, 2020

સંપ માટેનું સૂત્ર

પ્રમુખસ્વામી મહારાજે સંપ માટેનું સૂત્ર આપ્યું છે -
1. ખમવું, 
2. ઘસાવું, 
3. મનગમતું મૂકવું 
4.  અનુકૂળ થવું. 

આ પરમ સૂત્ર છે. આ પ્રમાણે રહીશું તો આમાં બધું આવી જાય છે.

Wednesday, March 18, 2020

રવિ સભા Boston USA ~ 06.10.2019

છઠ્ઠી ઓક્ટોબર 2019
રવિ સભા Boston USA
પૂજ્ય શાંત યોગી સ્વામી

પૂજ્ય શાંત યોગી સ્વામીએ આજે સ્વામીની વાત પ્રકરણ પાંચ ૧૪૩મી વાતો પર પર્વતભાઈ નો પ્રસંગ જણાવતા વાત કરી કે, સ્વામીની વાતો જાદુગરી છે, જીવને બ્રહ્મ કરનારી છે, પાંચ અનાદી તત્વ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ નો ઉલ્લેખ કરતાં બ્રહ્મ અને પરબ્રહ્મ એ માયા પરના તત્વ છે એટલે મહારાજ અને સ્વામી ની વાણી પણ માયા પર ની વાણી થઈ વચનામૃત અને સ્વામીની વાત આ બંને ગ્રંથ પણ માયા પરના ગ્રંથો થયા. જેમાં સર્વોપરી વાત છે, અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની વાતો છે. આ વાતોમાં જરાય અતિશયોક્તિ નથી તેની વાત કરતાં આલોકની હાવર્ડ યુનિવર્સિટી અને સરખામણી કરતા આપણું અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન એ કેટલું મહત્વનું છે, તે સમજાવતા સ્વામીએ વાત કરી છે પર્વતભાઈનું નામ ક્યાંય લખ્યું નથી પર્વત કારણકે પર્વતભાઈ ત્રણે અવસ્થામાં ભગવાનની દેખતા પાછળ બેસતા તેમ છતાં મહારાજે તેમનો ઉલ્લેખ કરેલ છે સત્સંગમાં મોટું કોણ કોનો સંબંધ છે. દિવ્યભાવ ગુણ ગ્રહણ મહિમા ઉપાસનાની દ્રઢતા આ બધા ગુણ જેનામાં હોય તે સત્સંગમાં મોટેરા અને મોટા એ જ જે દાસપણું, સત્પુરુષના ગુણ આવે અવગુણ લઈએ નહીં, બધામાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખે ત્યારે ખબર પડે કે સત્સંગમાં આગળ વધ્યા ની મારી નિશાની છે. તો સત્સંગમાં બધા મોટા છે અને હું સૌથી નાનો છું બધા દિવ્ય છે જો એવી સમજ આવે તો સમજવું કેવું સત્સંગમાં આગળ વધ્યો છું સત્સંગ એટલે સ્વભાવ ઘસવા માટેનું મહા આયોજન ગોખરવાળા હરખા પટેલનો પ્રસંગ ટાંકી અને તેનો પણ ઉલ્લેખ કર્યો. શાસ્ત્રીજી મહારાજ નું કીર્તન છે શાસ્ત્રીજી મહારાજ નો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે કરમે જડ્યો છે આ કીર્તનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે પુણ્યનો ઉદય સત્પુરુષની કૃપાથી થાય છે દર્શનથી થાય છે જ્યારે દર્શન થાય છે જ્ઞાન થાય છે અને સમજણ થાય છે ત્યારે સમજવું કે સત્પુરુષની કૃપા થઈ છે અહમ ક્યાં કરવાનો છે અક્ષરમ અહમ ત્યાં અહમ રાખવાનો છે અને પુરુષોત્તમ ના દાસ ભાવે રહેવાનું છે.
અંતમાં આ કરવા માટે પંચવિષય સાથેનો વિચાર તોડાવાનો વિચાર અને શેના માટે સત્સંગમાં આવ્યો છું તે એકજ નિશાન તથા એકાંતિક થવું ભગવાન અને સંત ને રાજી કરવા અને મોક્ષને કલ્યાણ માટે મારો આ જન્મ છે આ સત્સંગ છે અને સત્સંગમાં જન્મ થયો તે જ આપણું આમંત્રણ છે. તો આ પ્રકારે જ્યારે દ્રષ્ટિ કરી એટલે અક્ષરપુરુષોત્તમ માં જન્મ એટલે જ ગુરુ પરંપરા પરંપરા મળી છે દિવ્ય સત્સંગ અને સમાજ મળ્યો છે મહારાજ અને સ્વામી મળ્યા છે મનુષ્ય પ્રાપ્ત થયો છે નિષ્ઠા પ્રાપ્ત થઈ છે આવા ભવ્ય વિચારો પ્રાપ્ત થાય છે આવા છ વિચારો પ્રાપ્ત થયા છે ત્યારે આજે આપણે સાચા સત્સંગી મોટેરા સત્સંગી બનીયે અને જીવનને ધન્ય બનાવીએ

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ

Tuesday, March 17, 2020

એક આશરો તમારો મહંત સ્વામી મહારાજ


એક આશરો તમારો મહંત સ્વામી મહારાજ
માનતો હતો હું તારણહાર, તને પણ
એમાં હતો બીજા કોઈનો હાથ
હવે સમજાયું, કે
શાસ્ત્રાર્થ તો વહાલા કેમ સમજવા
મારા મને કર્યો પોકાર, કે વાલા
હજુ સમજી લેજે એને
ભરાયો તો નથી ભોંરિંગમાં ને
નિકાલ હવે બહાર ,
ખબર પડી કે હું તો હજુ ભરાયેલો જ છું
જાગ્યો સમજ્યો ત્યારે કઈ મારો મઝધાર પૂરો થયો ...
કલ્યાણ તો આમ થશે
29.3.18
10.20 am
સિડની


Monday, March 16, 2020

વિચાર બનાયે જિંદગી


વિચાર બનાયે જિંદગી
સેલ્ફટોક (Self talk)

સેલ્ફટોક એટલે કે જે વિચારો મનની અંદર આપણે કરીએ છીએ, અને તે મુજબ આપણે જે આચરણ કરીએ છીએ, અને જીવન જીવીએ છીએ. અને તેનાથી જે બહારનાં જગતનું નિર્માણ થાય છે. એ જ આપણું સેલ્ફ ટોક છે અને સેલ્ફ ટોક દ્વારા જ જીવન બનાવીએ છીએ. માટે આ સેલ્ફ ટોક સૌથી અગત્યનો વિષય, બાબત છે. જે તેને જાણી લે સમજી લે તેની જિંદગી બની જાય છે, તેને બહારના અને બીજાનાં વિચારો દુઃખી કરી શકતા નથી. એટલે તમને બીજા કોઈ સુખી કે દુઃખી કરી શકતું નથી આ સમજી લેવા જેવી બાબત છે.

જેને ભગવાન સ્વામિનારાયણ અંતર્દૃષ્ટિ પણ કહે છે. આજ નું મેનેજમેન્ટ ઓટો સજેશન તરીકે પણ તેને ક્યાંક ઓળખાવે છે

આમ પોતાના વિચારએ જ પોતાનું જીવન છે માટે નક્કી કરો તમારે કેવું જીવન જીવવું છે તો તેવા વિચારો કરવાના શરૂ કરો એ તરફ આચરણ કરવાનું શરૂ કરો પછી એ જિંદગી તમારી સમક્ષ હશે
આજે ઉચ્ચારેલા તમારા વિચારો અને શબ્દો જ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે એટલે કે વર્તમાન દ્વારાજ તમે તમારા ભવ્ય ભૂતકાળ કે ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકો છો.

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
03.09.2019

Sunday, March 15, 2020

વચનામૃત પ્રાર્થના

વચનામૃત જીવનભર 

હે મહારાજ ! હે સ્વામી ! 
આપની કૃપા અપરંપાર છે.આપની કૃપાથી અમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દિવ્યવાણી વચનામૃત રૂપે મળી. આ જ્ઞાન સિદ્ધ કરાવે એવા ગુણાતીત ગુરુ મળ્યા, મહંત સ્વામી મહારાજ મળ્યા. 

જે શાસ્ત્ર માત્રનો સાર છે, જેમાં આ લોક અને પરલોકના સુખ ની ચાવી છે, જેમાં અમારી સઘળી સમસ્યાઓનું સમાધાન છે, જેમાં પ્રગટ ભગવાન ની ઓળખાણ અને એમને સેવવાની સાચી રીત છે એ શાસ્ત્ર અમને મળ્યું છે. હવે... હવે મારે એ જ્ઞાનનો લાભ લેવો છે. મારા જીવનને ધન્ય બનાવવું છે.

હે મહારાજ, આપની આ વાણી પરમ સત્ય છે. એનું મનન અને નિદિધ્યાસન મારે કરવું છે. આ માટે હું રોજ વચનામૃત વાંચીશ. આ વચનામૃતના વાંચન વખતે હું આપનો સમાગમ કરું છું એવું અનુસંધાન મને રહે એવી કૃપા કરજો.આપ મારી બુદ્ધિમાં પ્રકાશ કરશો. આપની દિવ્ય વાણી મને સમજાય, યાદ રહે અને સમયે કામ આવે એવી મતિ આપશો. વચનામૃતના દ્વિશતાબ્દી મહોત્સવે વચનામૃત જીવનભર અમારું અંગ બની જાય એ જ આપનાં ચરણોમાં પ્રાર્થના.

સત્પુરુષ દ્વારા ચંદનના શીતળ છંટકાવ

જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સિદ્ધેશ્વર મહાદેવની આગળના ભાગમાં ત્રણ આસન બનાવ્યા હતા મધ્ય આસન ની સામે પથ્થર મૂકી તેના ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ચંદન ઘસીને તૈયાર કરતા હતા એક બાજુ બોચાસણના કોઠારી ત્યાગ વલ્લભ સ્વામી સુખડના લાકડાના ટુકડા આપે બીજી બાજુ મુંબઈના કોઠારી ચંદનની stick તૈયાર કરે.
ચંદનના પાણી ભરેલા વાટકા માંથી મુઠો પાણી ભરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌપ્રથમ બેઠેલા યજમાન (એટલે કે હું નરેન્દ્ર રાઠોડ) ઉપર મઠો ભરીને ચંદન અને પાણી મારા મોઢા અને માથા ઉપર છાંટયું, એ શીતલ છંટકાવ ને હું હજુ પણ અનુભવી શકું છું.

moral અને ફંડા :ઘણા સમયથી મારા મગજમાં વિચારોના રુદ્ર સંઘર્ષો કરી રહેલા, આ એક અંજલિ થી અજંપો દૂર થયો અને સત્પુરુષ દ્વારા ચંદનના શીતળ છંટકાવથી થતા થોડા જ સમયમાં શાંતિશાંતિ થઇ જશે એવી અનુભૂતિ થઈ 

આ મારી માનસી છે.

તારીખ 9 ઓક્ટોબર 2018
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ