મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે
જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ.
સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સાથે જ પોતાની હથેળી જોઈ અને શ્લોક
બોલવો ત્યાર પછી પલાંઠી વાળીને બેસો અને માનસી કરો જેમાં શ્રીજી મહારાજ મહંત
સ્વામી મહારાજ અને આપણા હૃદય કમલમાં રહેલા પરમાત્માને પણ યાદ કરો એવું Gratitude કરો કે ભગવાને મને સવારે ઉઠાડયો આ જિંદગી આપી સારી નિંદ્રા
આપી અને આજનો દિવસ મારી બાકી રહેલી જિંદગી નો છેલ્લો દિવસ છે. આભાર
ત્યારબાદ ભૂમિ પર પગ મુકતા સાથે પણ Gratitude કરો આ ધરતીએ મને કેટલું સુખ આપ્યું છે તેનો પણ આભાર માની
અને પછી જ એક કદમ આગળ ચલો
વાસી થુંક આંખમાં અંજન કરો અને કાચમાં આપનો ચેહરો જોઇ અને તમે
ધન્ય છો તમે સમર્થ છો, હું બધાને પ્રેમ
કરું છું, બધા મને પ્રેમ કરે છે,
હું શાંત છું, હું દરેક કાર્ય કરવા માટે સમર્થ છું, મારા માટે બહુ અને બધી જ સાનુકૂળ થઈ રહી છે. મારી સફળતા
માટે ઘણી બધી તકો મારી સામે આવીને ઉભી છે અને રાહ જુવે છે હું મારા મનને અને મારા
વિચારોને આ સફળતાના સામ્રાજ્ય માટે હંમેશા ખુલ્લા રાખું છું.
મનોમન Self talk સેલ્ફ ટોક પણ
કરું છું ડગલે અને પગલે આવા સાચા સત્પુરુષ મને જે પ્રાપ્ત થયા, આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, આ દેશ પ્રાપ્ત થયો છે, આ કાળ તેમજ આવા દિવ્ય સત્પુરુષ પ્રાપ્ત થયા છે, આવો દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો છે, આવી સમજણ પ્રાપ્ત થઇ છે, અને તેમાં પણ શિરમોર એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની
પ્રાપ્તિ, આજ સમજણ જ આપણાને
કલ્યાણના માર્ગ તરફ દોરી જશે.
તેથી જ તો જીવો ત્યાં સુધી જીવનમુક્ત, અને દેહ છોડ્યા પછી અત્યાંતિક મુક્તિ. આપણું કલ્યાણ નિશ્ચિત
જ છે. અક્ષરધામ જ જવું છે એવો જ એક સંકલ્પ છે. દ્રઢ આત્મવિશ્વાસ સાથે રોજ હું
સેલ્ફ ટોક કરું છું.
નિત્ય છ વિચાર કરું છું. પ્રાપ્તિનો વિચાર, રાજીપાનો
વિચાર, ભગવાનના કર્તાપણાનો વિચાર, આત્મ વિચાર, સાંખ્ય વિચાર, મહિમાનો વિચાર
મારી દૈનિક ક્રિયામાં જેમ કે, સ્નાન કરતી વખતે દિલ્હી અક્ષરધામના નીલકંઠ વર્ણી અને મહંત
સ્વામી મહારાજ ને સ્મરણ કરતા-કરતા સ્નાન કરીએ છીએ. ધીમે ધીમે મહંત સ્વામી જેમ
ક્રિયા કરે, એવીરીતે કરવાનો આદર શરૂ
કર્યો છે.
હજુ પણ પૂજા બરાબર કરતો નથી ઝડપથી કરું છું, ઘણું બધું થઈ શકતું નથી, તો તેમાં સુધારો થાય શ્રીજી મહારાજ અને પ્રગટ સતપુરુષ રાજી
થાય તેવી હું પૂર્ણ નિત્ય પૂજા કરી શકું તે માટે પ્રાર્થના છે, પૂજામાં હું નવા શ્લોકો તેમજ અક્ષરમ અહમ પુરુષોત્તમ
દાસોસ્મિનો મોટેથી ઉચ્ચારણ કરું છું.
હવેથી તપની માળા, પ્રદક્ષિણા અને દંડવત પણ કરવાના શરૂ થાય છે. તે માટે પ્રાર્થના કરું છું.
પૂજા બાદ શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષા વાંચન થાય છે પરંતુ
સત્સંગ દીક્ષા નો પાઠ નિયમિત થાય તેમજ યોગી ગીતાનું વાંચન થતું નથી તે પણ કરવું
નિત્યવાંચન વચનામૃત અને સ્વામીની વાતો વાંચવામાં આવે છે.
હવે જીવન ચરિત્રનું વાંચન શરૂ કરવું તેમજ જનમંગલ નામાવલી થાય છે તેની સાથે સહજાનંદ
નામાવલીનો પાઠ પણ કરવો.
દરેક બાળકો તેમજ વડીલોને પણ મનોમન યાદ કરીને પગે લાગવાનું
કાર્ય થઈ રહ્યું છે તે ચાલુ રાખવું.
ત્યારબાદ વડતાલના હરિકૃષ્ણ મહારાજને બોચાસનના પૂ.ત્યાગ
વલ્લભ સ્વામીના સમજાવ્યા મુજબ "મહંત સ્વામી, સ્વામિનારાયણ" "મહંત સ્વામી, સ્વામિનારાયણ" મહંત સ્વામી સ્વામી નારાયણનો ભાવ આદ્ર
ભાવે નિત્ય પ્રાર્થના કરું છું. એટલુંજ નહીં દરેક ક્રિયા, બહાર જતી વખતે મૂર્તિને પગે લાગીને કરું છું.
નાસ્તો કરતી વખતે શ્લોક અને સ્મૃતિ કરવી
આજના દિવસનું પ્લાનિંગ કરું કૅલેન્ડર અને વોટ્સએપ અને ન્યૂઝ
જોવા દરેક કાર્યમાં ભગવાનને સંભારીને કાર્ય થાય તે માટેનો હવે પ્રયત્ન શરુ કર્યો
છે.
જમતી વખતે શ્લોક અને સ્મૃતિ ગાન કરવું સાંજે સ્મૃતિ સહિત
સ્નાન કરવું સાંજે મંદિર અથવા સંસ્કાર ધામ દર્શન કરવાનો નિયમ રાખો આરતી અને અષ્ટક
આખા બોલીને કરવા
રાત્રે બીજા દિવસનું પ્લાનિંગ કરવું
રાત્રે ઘરસભા અથવા એરિયા સભા
રાત્રે સૂતી વખતે ઠાકોરજીના દર્શન કરી સ્મૃતિ કરી અને પછી જ
સૂવું.
ભગવાન સંબંધ વિડીયો જોવા ગુરુ હરિ દર્શન, ચેસ્ઠા ગાન કરવું હાલ ફક્ત
સાંભળવામાં આવે છે.
છેલ્લે Gratitude કરી અને શયન માનસી કરી અને પછી શયનમાં જવું.
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ અમદાવાદ
23 ડિસેમ્બર 2020
11.57am
પુનઃ અવલોકન 9 ઓગસ્ટ,2022બોસ્ટન, USA