Friday, December 25, 2020

મન ગંજન

મન ગંજન

પ્રથમ નવરાત્રી 2018 
એક સ્વચ્છ પવિત્ર નદી તેરા એક કાંઠો નિર્મળ વહેતાં પાણીમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ સાથે ચાલતા-ચાલતા કાંઠે સંતો-ભક્તો બધા બીચની જેમ આનંદ કરતા હતા પણ કોઈ ટોળામાં નહીં ગુરુભક્ત એકલા ચાલતા બધા પોતાની મસ્તીમાં આનંદ કરે દર્શન કરે
 બીજા કાંઠે કોઈ એક રાજવી ટેન્ટ નાખી તેના રસાલા સાથે મુકામ કરેલો 
 હું આ નદીના પાણીની મધ્યમાં તરતો તરતો બંને દ્રશ્યો નિહાળો તો 
 એક તરફ સંસાર અને એક તરફ સત્સંગ 
 
નીજ મન.  =સત્સંગી મન 
તરકટ મન  =સંસારી મન

કોઈપણ નિર્ણય આત્માના અવાજથી જ કરવો એ જ સાચો નિર્ણય 

રેફરન્સ : પૂજ્ય ભદ્રેશ સ્વામી નું મન ગંજન
આર્ષ  પ્રવચન તાજેતરમાં સાંભળેલું તેથી આ વિચાર આવ્યો હોઈ શકે છે 
તારીખ 10 ઓક્ટોબર 2018

Monday, August 24, 2020

લંડન - રજત જયંતિ મહોત્સવ by Narendra Rathod


શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય
જય સ્વામિનારાયણ

ગઈ કાલે તારીખ 23 ઓગસ્ટ 2020ના રોજ જે લંડન મંદિર રજત જયંતિ મહોત્સવ જે ૨૫ વર્ષ પુરા થયા તેનો ઓનલાઈન પ્રોગ્રામ જોયો.

તે વખતે મને જે પ્રમુખસ્વામી મહારાજે કરેલ કાર્ય અને આખી ઘટના ઉપરથી એક વિચાર આવ્યો,

વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે પોતે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે અક્ષરબ્રહ્મ, મૂકતો અને ઐશ્વર્ય ને લઈને આવે છે, એ જ પ્રકારે જ્યારે આ ગુણાતીત પરંપરામાં એવી જ એક આ ઘટના ગણાવી શકાય.

જેમાં ઈદી અમીનને આફ્રિકામાં રાતોરાત એક વિચાર આવ્યો અને ઇન્ડિયનોને કાઢી મૂક્યા અને તે વખતે કેટલાક ઇન્ડિયન યુકે ખાતે આવી અને સ્થાયી થયા. તે વખતે તેમની પાસે કોઈ સાધન સગવડ તો ન હતી.

ત્યારે જેમ શ્રીજી મહારાજે જેમ કલ્યાણ યાત્રા દરમિયાન માનસરોવરનાં હંસોને પરમહંસ બનાવ્યા, તેવી જ રીતે આ બધા મૂકતોનું કલ્યાણ કરવા માટે, આ ઘટનાનું નિર્માણ કર્યું હોય તેમ જણાય છે.

એ જ હરિભક્તોને આર્થિક સામાજિક અને આધ્યાત્મિક રીતે આગળ વધારવા માટે પ્રમુખ સ્વામી મહારાજે, જે એમના ગુરુ યોગીજી મહારાજ દ્વારા જે સંકલ્પ અને શરૂઆત કરવામાં આવેલ તેને ગુરુભક્તિની ચરમસીમારૂપ આ કાર્ય કર્યું. એમાં વળી તે સમયમાં હરિભક્તોના એવા રિસેશનના દેશકાળમાં પણ તેઓને આગળ વધારવાનો એક રહસ્યમય સંદેશ જે આ જીવ સમજી ન શકે તે આ સમયે આપણને ખ્યાલ આવે છે કે કેવી સત્પુરુષની કેવી લીલા હતી.

આમ, સમગ્ર બાબતને ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે શ્રીજી મહારાજની ગુણાતીત પરંપરાએ આજે યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ કે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી દ્વારા પણ એવી જ રીતે કલ્યાણ યાત્રા ચાલી રહી છે પરંતુ આ એક માયાવિષ્ટિતજીવને તેનો ખ્યાલ હોતો નથી
પરંતુ જો આવા ગુણાતીત સત્પુરુષ અને પરબ્રહ્મના શરણે જઈએ તો વિશેષ કાર્ય કરવાનું રહે નહીં. તે મળ્યા, સમજ્યા, અને સમર્પિત થયા પછી વિદેહી મુક્તિ તો નિશ્ચિત જ છે, આપણે અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળવાનું નિશ્ચિત છે. પરંતુ છતી દેહે પણ વિદેહી મુક્તિની જેમ જ જીવનમુક્તિ પણ આપણને પ્રાપ્ત થાય, અહીં જ અક્ષરધામનું પ્રગટ સુખ આવે તે માટે, વર્તમાનકાળે આવા પ્રગટ ગુણાતીત સત્પુરુષ, પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં આપણે જો કેવળ નિર્દોષ ભાવ અને દિવ્યભાવ રાખી અને જો બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની ભક્તિ કરીશું. તો આપણે બહુ ભાગ્યવાન થઈશું અને વળી અત્યારે કળી કાળ કલિયુગમાં આ ભગવાનની ભક્તિ એ જ શ્રેષ્ઠ અને કલ્યાણનું સાધન છે.

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ અમદાવાદ
9978441517

તારીખ 24 ઓગસ્ટ 2020
સવારના 10.30
26` Celsius Temratur

આ મારા વિચારો રજૂ કરવાનો એક પ્રયત્ન છે.

Wednesday, July 1, 2020

પૂજા પ્રાર્થના

પૂજા પ્રાર્થના

હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ,
અમને સત્સંગનું યથાર્થ સુખ આવે તે માટે અમારી સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો.
અંતઃશત્રુ  થકી તથા અહં મમત્વરૂપી માયા થકી અમારી રક્ષા કરજો. આપનામાં તથા આપના ભકતોમાં અખંડ દિવ્યભાવ રહે. પરિવારમાં તથા સત્સંગમાં સંપ વધારવાનું બળ અને પ્રેરણા મળે. સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય, દાસાનું દાસ બની રહેવાય. મહિમા સાથે સેવા અને ભકિત થાય. અમારા અંતરમાં અખંડ શાંતિ રહે અને આપના સંગે એકાંતિક ધર્મ સિધ્ધ કરી અક્ષરધામ પામીએ એવા આશીર્વાદ આપજો.
જય સ્વામિનારાયણ.

નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ ૦૧-૦૭-૨૦૨૦
પ.પુ મહંતસ્વામી મહારાજને કરવામાં આવતી

Saturday, May 2, 2020

ધોલેરાના પ્રાસાદિક ચરણાવિંદ

સ.ગુ. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કળા કૌશલ્ય દ્વારા ધોલેરા મંદિરનું નિર્માણ કાર્ય કર્યું. તેઓ માત્ર છાસ રોટલો એક વાર જમતા અને રાત દિવસ મંદિર નિર્માણના કાર્ય માં વ્યસ્ત રેતા’તા. આના કારણથી સ્વામીનું શરીર પણ ખૂબ દુર્બળ થઈ ગયું’તું. સ્વામી દ્વારા થયેલ આ સેવાથી અતિ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજે એક જ ચાદર પર ૧૮ જોડી ચરણાવિંદની છાપ પાડી આપી હતી. 

આ પ્રસંગ અને પ્રસાદીની ચાદરના દર્શન ધોલેરા મંદિરની અક્ષર ઓરડીએ આજે પણ કરી શકાય છે.


પ્રસંગ : એક વખત શ્રીજી મહારાજ સંતો હરિભક્તોના સંઘ સહિત વડતાલ જઈ રયા’તા. ત્યારે વાગડ થઈ આગળ જતાં ધોલેરા ધામે રોકાઈને શ્રીહરિએ કથાવાર્તા કરીને રાત્રિ નિવાસ કર્યો. 

એ વખતે ત્યાંના દરબાર પુંજાભાઈ અને અન્ય હરિભક્તોને મળીને કુશળ સમાચાર પૂછી મંદિરના બાંધકામની પણ પૂચ્છા કરી. ત્યારે પુંજાભાઈએ નિષ્કુળાનંદ સ્વામિની કળા કૌશલ્યતા અને અથાગ પરિશ્રમથી મંદિરનું કામ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયું છે, એમ જણાવ્યુ. 

સવારે નિત્યનિયમ પતાવીને શ્રીજી મહારાજ મંદિર જોવા પધાર્યા. સાથે નિષ્કુળાનંદ સ્વામી અને બધાય સંતો હરિભક્તો સાથે હતા. મંદિરનું કાર્ય જોઈને શ્રીહરિ, સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા અને કઇંક માંગવા માટે કહ્યું, ત્યારે સ્વામી કહે, “મહારાજ ! મારે કાઇ પણ જો’તું નથી” 

ત્યારે મહારાજે હઠ પકડી ત્યારે સ્વામીએ કીધું, “આપના થી વિશેષ હોય તો આપો...!”

શ્રીજી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીની નિષ્ઠા અને નિર્માનીપણું અને નિ:સ્પૃહપણાથી ખૂબ જ પ્રસન્ન થયા અને કીધું, “સ્વામી ! આજ દિવસ સુધી કોઈને ન આપી હોય તેવી ભેટ અમારે તમને આપવી છે” 

એમ કહીને  ચાદર અને કંકુ મંગાવ્યું. ચાદરને નીચે પથરાવી કંકુમાં ચરણ બોળી, એ ચાદર ઉપર શ્રીહરિએ મોજથી નાચતા થકા આડા આવળી ૧૮ જોડી ચરણાવિંદની છાપ અંકિત કરી દીધી.

સંપ્રદાયના અન્ય સ્થાનોમાં એક કે તેથી વધુ ચરણાવિંદની છાપના દર્શન થાય છે. પણ ધોલેરા ધામમાં તો ભગવાન શ્રીહરિ નૃત્ય કરતાં હોય તેવી એક સાથે ૧૮ જોડી ચરણાવિંદના દર્શન થાય છે. આથી જ આ ચરણાવિંદ અદ્રિતીય છે. 

અને આ આખા પ્રસંગનું ચિત્ર પણ, ધોલેરા ધામની અક્ષર ઓરડીના પ્રસાદી મ્યુઝિયમમાં મૂકાયેલું છે. 

           ।। જય  સ્વામિનારાયણ ।।

Monday, April 27, 2020

૨૪ ગુરુઓ પાસેથી ગુણ ગ્રહણ કરનાર ~ દત્તાત્રેય

 
૨૪ ગુરુઓ પાસેથી ગુણ ગ્રહણ કરનાર ~ દત્તાત્રેય

પૃથ્વીઃ ગુરુ દત્તાત્રેય પૃથ્વીને પ્રથમ ગુરુ માન્યા છે. તેમનાથી સહનશીલતા, ગમે તેવા અનિષ્ટ પદાર્થો તેમના પર ફેંકવામાં આવે તો પણ ક્રોધ ન કરવો. એક માતા તરીકે સર્વોનું પાલનપોષણ કરવું. તેમ જ એમની સેવા કરવી તેવું શીખ્યા, પોતાની શક્તિ પ્રમાણે પૃથ્વી દરેક પ્રાણીમાત્ર, વનસ્પતિ વગેરે સ્થાન આપી ઊપકાર કરે છે.

• વારિ (પાણી): પાણી સિંચન પણ કરે છે અને દરેકની સાથે ભળી પણ જાય છે. પ્રવાહી રૂપે બધામાં રહે છે, છતાં તેના ગુણો સ્વીકાર કરતું નથી, નિર્લેપ રહે છે. ગંદકી વગેરેનું વહન કરે છે, વનસ્પતિનું પોષણ કરે છે. છતાંય કોઈ પણ રીતનું અભિમાન નથી.

• આકાશઃ ત્રીજા ગુરુ છે. તેઓ સર્વવ્યાપ્ત છે. નિર્વિકાર છે. એક જ જગ્યાએ પ્રાણરૂપે છે. અગ્નિ, પૃથ્વી, જળ વગેરે હોવા છતાં મેઘને ધારણ કર્યો છે, પાલન અને પોષણ પણ કરે છે.

વાયુઃ વાયુને બીજા ગુરુના રૂપમાં સ્વીકાર કર્યો છે. બધે જ વાયુ વ્યાપ્ત છે, છતાંય વાયુ નિર્લેપ છે, વિરક્ત છે. વૈરાગ્ય અને ક્ષમા તેમના પરમ ગુણ છે. બધાને, પ્રાણી વગેરેને પ્રાણવાયુ આપે છે. જીવન આપે છે.

• અગ્નિઃ અગ્નિ એ દત્તાત્રેયનો પાંચમો ગુરુ છે. તેમાં તપશ્વર્યા અને પ્રદિપ્તાનો ગુણ છે. સુખેથી જે પણ મળે તેનું મિશ્રણ કરવુ અને ક્યાંય લિપ્ત ન થવું. ક્યારેક ગુપ્ત રહેવું અને ક્યારેક પ્રગટ થવુ પોતાના તમામ ગુણોને પ્રગટ કરવા.

• ચંદ્ર: ચંદ્ર દત્તાત્રેયનો છઠ્ઠો ગુરુ છે. જે નિર્વિકાર આત્મા છે. એક મહિનામાં વધે છે અને ઘટે છે. દરેક નક્ષત્રમાં ભ્રમણ કરે છે, વૃદ્ધિ અને ક્ષયમાં પણ એક સરખો શીતલ રહે છે, સમાન રહે છે, આત્મા અલિપ્ત છે અને એ સાક્ષી છે. તેને દેહવિકાર નથી એવું તેઓ ચંદ્રથી શીખ્યા છે.

• સૂર્યઃ સૂર્યને દત્ત ભગવાને સાતમા ગુરુ ગણાવ્યા છે. સૂર્ય પોતે બધે વ્યાપક છે અને તેનું પ્રતિબિંબ પણ બધે જ વ્યાપ્ત છે. જળમાં પડે તો તે ચલાયમાન લાગે, હરતું-ફરતું લાગે, દેશ, કાળ વગેરેમાં કામનું સાતત્ય હોવા છતાં અલિપ્ત રહે છે, કોઈની પણ સાથે રાગ-દ્વેષ રાખતા નથી. નિત્યક્રમમાં જ રહે છે.

• કરોળિયોઃ કરોળિયો લાળ વડે જાળ ગૂંથે છે અને તે જ જાળમાં બંધાય છે. તે સત્વ, રજસ ને તમો - ગુણથી મુક્ત થઈને વીચરે છે. કરોળિયો પોતાના મનોરથ, વાસના વગેરેની માયા થકી જીભનું ગુંથન કરે છે અને અંતે તેનો સંહાર કરે છે, કરોળિયો પોતે વ્યાપક છે, બધાને જ ગૂંથી લેશે તેવા મોહમાં રાચે છે તે જ ભ્રમ છે. મારા જેવો બીજો કોઈ નથી તો એવા મોહ ભ્રમમાંથી મુક્ત થવા માટે કરોળિયાને ગુરુ કર્યા.

• પતંગિયુઃ દિપ જ્યોતમાં મોહિત થઈને પોતે પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે. એવા મોહમાં જ હાથે કરીને મોતને ભેટ છે. આ રીતે સમર્પિત ભાવમાં આત્માને પરમાત્મામય બનાવવા માટે, પરમાત્મા મેળવવા માટે શરીર, મોહનો ત્યાગ કરવો, ઈશ્વર માટે સમર્પિત થઈ જવું એવી શીખ આપી.

• સમુદ્રઃ દત્તાત્રેય ભગવાને દસમા ગુરુ સમુદ્રને કર્યા કારણ કે સમુદ્ર શાંત, બધી જ વસ્તુઓને પોતાનામાં સમાવે છે. ભરતી અને ઓટ બંનેને એક સમાન ગણે છે, રત્નો વગેરે કિંમતી નંગોનું ઉત્પાદન કરે છે, અખૂટ સંપત્તિનો માલિક હોવા છતાં શાંત રહે છે. ઘણો ઊંડો હોવા છતાં એનો ભેદ કોઈને કહેતો નથી, એવા ગુણો છે.

• મધમાખી-ભમ્રરઃ ભમ્રર અને મધમાખી એ અગિયારમો ગુરુ છે કારણ કે મધુમાખી - ભ્રમર કમળ પર બેસે છે અને પરાગને લઈ ભ્રમર કમળના મોહમાં કેદ થાય છે. મધમાખી પણ ફૂલો પર ભ્રમણ કરી મધને એકઠું કરે છે, પરંતુ મધનું ભક્ષણ કરતી નથી, સ્વાર્થ વિના કાર્ય કરે છે. તેને જન્મ-મરણનું બંધન નડતું નથી.

• મધુહારકઃ મધપુડામાંથી મધ લેનાર. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં જે કંઈ પણ કષ્ટ પડે તેને સહન કરવાનું, ધુમાડાથી પોતાની આંખોમાં બળતરા થાય છે તે સહન કરવાની વૃત્તિ રાખવી તેવા ગુણના કારણે મધુહારકને ગુરુ માન્યા છે.

• ગજઃ હાથીને તેમણે તેરમા ગુરુ તરીકે ગણાવ્યા છે. હાથી મદોન્મત અને અજય પણ છે. હાથણીને વશ થાય છે. પારકી હાથણીને વશ કરવા માટે બીજા હાથી સાથે લડે છે અને પ્રેમ મોહના કારણે, વાસનાના કારણે પોતે ફસાય જાય છે અને અંતે જીવ ગુમાવે છે. મતલબ કે પારકી સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે બીજા સાથે ઝઘડો કરીને જીવન સંકટમાં નહીં મૂકવું કારણ કે મોહનો, વાસનાનો કોઈ અંત નથી. આવા દુર્ગણોનો ત્યાગ કરવો જોઇએ.

• મૃગઃ કસ્તુરી મૃગ જેમાં સુગંધ છે. કપટી લોકો તેની પાસે ગાયન કરે છે. જેથી મૃગ મુગ્ધ બની જાય છે અને પોતાનું સર્વસ્વ ગુમાવે છે અને પોતાના શરીરમાં રહેલી કસ્તુરીને ગૂમાવે છે. જેથી મનુષ્યે મોહને વશ થવું ના જોઈએ.

• ભ્રમરી (પેશસ્કાર, જંતુવિશેષ): જે મશરૂમની જેમ માટીનું ઘર બનાવીને તેમાં બીજા જંતુઓને લાવીને પોતાના ઘરમાં રાખીને જીવન જીવે છે. સંગ્રહખોરી કરે છે, પણ જરૂર પડે એ જીવાતને ડંખ મારીને મારી નાંખે છે. પોતાના સ્વાર્થ ખાતર બીજાનો જીવ લેવો એવા દુર્ગુણોમાંથી મુક્ત થવાનું અને સંગ્રહખોરી ન કરવી આ ભ્રમરીથી શીખી શકાય.

• મીન (માછલી): મીન દત્તાત્રેયની સોળમી ગુરુ છે. જે પોતે સ્વેચ્છાએ જળમાં ગતિ કરે છે, વાયુની જેમ દોડે છે, જીવવામાં લોલુપ્ત થઈને તે ખોરાક માટે થઈને જાળમાં ફસાય છે અને અંતે મરી જાય છે. લોલુપ્ત વાસનામાં ફસાવું ન જોઈએ એવું તેઓ મીનથી શીખ્યા છે.

• અજગરઃ અચિન્તય થઈને ઘણા લાંબા સમય સુધી કોઈ પણ ચિંતા કર્યા વગર પડયો રહે છે. પોતે હંમેશા મસ્તીમાં રહે છે. વિશ્વાસ રાખીને હંમેશા એક જ જગ્યાએ કામ કર્યા વિના પડયો રહે છે. નસીબજોગે ખોરાક ન મળે તો પણ એ ભૂખ્યો પડી રહે છે. હંમેશા જાગૃત રહે છે એવા ગુણો અજગરમાં છે. તે બધી જ વૃત્તિઓને ધીમે ધીમે પ્રદિપ્ત કરે છે અને પોષણ કરે છે.

• સરકાર (બાણ કરનારો વ્યાધ્ર)ઃ વ્યાધ્રનું ચિત્ત (લક્ષ્ય) બાણમાં હોય છે અને તેનું આસન નિશ્ચલ (અવિચળ) હોય છે. અને તેનું લક્ષ્ય શિકાર કરવાનું હોય છે, એકાગ્રતાનો ગુણ પણ તેનામાં છે.

• બાળકઃ બાળક ઓગણીસમો ગુરુ છે. બાળક પોતાની અવસ્થામાં સારુ-નરસુ, માન-અપમાન વગેરેમાં કોઈ ભેદ રાખતો નથી. હંમેશા નિજાનંદની મસ્તીમાં જ રહે છે. કીર્તિ-અપકીર્તિ વગેરેને પણ લક્ષમાં રાખતો નથી. માતા-પિતા વગેરેમાં પણ સમભાવ રાખે છે.

• કુમારી કંકણઃ એમણે કુમારી કંકણને વીસમો ગુરુ માન્યા છે. કુમારીના કંકણો હાથમાં રણકે છે. જ્યારે કુમારી ઘરમાં ડાંગરને છડે છે, બંને કંકણો અથડાય છે અને આનંદ કરે છે. ખાંડેલા ડાંગરને ભારે પ્રેમથી પીરસીને જમાડે છે. બે કંકણો એકઠા રહેવા છતાં કોઈ પણ પ્રકારના દ્વેષ વિના સુખથી કેમ રહેવું એ તેઓ કંકણો પાસેથી શીખ્યા છે.

• સર્પઃ સર્પને દત્તાત્રેય ગુરુએ એકવીસમા ગુરુના રૂપમાં સ્વીકાર્યા છે. જેમ સર્પ એક સ્થાને રહેતો નથી, પણ જ્યાં રહે ત્યાં મોજથી રહે છે. પ્રગટ ક્યાં થાય છે તે વિચારતો નથી. પોતે પ્રમાદમાં કંઈ પણ કરતો નથી. જ્યાં સુધી એને છંછેડો નહીં ત્યાં સુધી કોઈના પર પણ ક્રોધ ન કરવો એ ગુણ સર્પનો છે.

• ગણિકાઃ જે સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરતી નથી તેની ઈજ્જત હોતી નથી. નૃત્ય, ગાયન વગેરે કરીને પુરુષને મોહિત કરે, વશ કરે છે અને સર્વસ્વ ગુમાવે છે. ગણિકા પોતે ભોગ ભોગવવા છતાંય તૃપ્ત થતી નથી. તેની પાસેથી શીખવા એ મળ્યું કે દ્રવ્ય-લોભ માટે ઈજ્જત ગુમાવવી નહીં.

• કપોત (પક્ષીવિશેષ): જંગલમાં માળો બાંધીને પોતાના પરિવાર સાથે રહે છે. તે કોઈ પણ સંજોગોમાં પરિવારથી છૂટા પડતા નથી. શુધા (એક પ્રકારનું પક્ષી) તૃષા વગેરે છોડીને હંમેશા આનંદમાં રહે છે. મૃત્યુ ક્યારે આવશે તેની પણ પરવા કર્યા વિના હંમેશા પોતાના જ પરિવારમાં રહે છે. તેના બાળકોનું પાલનપોષણ વગેરે કરવું તેનો ધ્યેય છે. તે કદી પરિવારનો ત્યાગ કરતો નથી.

અને સૌથી છેલ્લે... ભગવાન દત્તાત્રેય સાથે રહેતા ચાર શ્વાન એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય બાબતનું જ્ઞાન આવશ્યક છે કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ. ધર્મ, અર્થ, કામ, મોક્ષનું જ્ઞાન મેળવીને તેનાથી અલિપ્ત રહીએ, કર્મના બંધનમાં ન બંધાઇને તેમ જ ચારેય બાજુનું જ્ઞાન મેળવીને માનવી પોતાના જીવનને મુક્તિમાર્ગે લઈ જઈ શકે.

સંકલન :
નરેન્દ્ર રાઠોડ
8 ઓક્ટોબર, 2019
બોસ્ટન

સુખી થવાનો સિદ્ધાંત

💫બટાટા💫

કોલેજના એક પ્રોફેસરે સ્ટુડન્ટ્સને બટાટા લઈ આવવાનું ટાસ્ક આપ્યું.

પ્રોફેસરે તમામ સ્ટુડન્ટ્સને કહ્યું કે કાલે તમે જેટલા લોકોને નફરત કરતાં હોય એટલા બટાટા લઈ આવજો.

એક એક બટાટાને તમે નફરત કરતાં હોય એનું નામ આપજો.

બીજા દિવસે સ્ટુડન્ટ્સ બટાટા લાવ્યા. કોઈની થેલીમાં એક તો કોઈની થેલીમાં બે બટાટા હતા. કોઈની થેલીમાં પાંચ-સાત બટાટા હતા તો કોઈની આખી થેલી ભરેલી હતી. બધાં સ્ટુડન્ટ્સે પ્રોફેસરને પોતપોતાનીથેલી બતાવી.

પ્રોફેસરે કહ્યું કે,બહુ જ સરસ.

હવે તમારે એક જ કામ કરવાનું છે. એક મહિના સુધી આ થેલી તમારે તમારી સાથે લાવવાની છે.

બધાં સ્ટુડન્ટ્સે કહ્યું કે,ઓકે.

બે-ત્રણદિવસ તો વાંધો ન આવ્યો પણ પછી બટાટા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડવું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. ધીમે ધીમે બટાટા કોહવાતા ગયા અને તેમાંથીવાસ આવવા લાગી.

આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી. અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ.

પ્રોફેસરે હસીને કહ્યું કે,તમે તમારા દિલમાં આવા બટાટા સંઘરી રાખ્યા છે એની તમને ખબર છે?

નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી,વેર અને બીજા કેટલા બટાટા તમે કેટલાં દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો?

એ કોહવાઈ ગયા છે. વાસ આવેછે. તમે તમારી સાથે જ એ લઈને ફરો છો.
તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે? કારણ કે તમે એ બટાટાફેંકતા જ નથી.

જાવ,આ બટાટા ફેંકી આવો અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો.

*સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંઘરી રાખ્યું છે એને હટાવી દો. જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો.*

*દરેક માણસ સારો જ છે,બસ જરુર છે જુની સડેલી વાતો મગજ માથી કાઢી તે માણસની સારાઇ જોવાની*
*
Jai Swaminarayan
BAPS

સંકલન :નરેન્દ્ર રાઠોડ
ઓક્ટોબર,2019
બોસ્ટન, અમેરિકા

મારી માનસી 27-04-2020 Monday

27-04-2020 Monday

આજે સવાર મારી એવી માનસી થઈ કે જેમાં આપણે એક જ વસ્તુ સમજવાની છે.
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, મોક્ષનું દ્વાર પ્રગટ પુરુષ અને આપણે મુક્ત જીવ છીએ.

જયારે ભરત ખંડને વિશે મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો છે, હવે આ ઉપાસના સમજી અને અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળવાનું છે, પણ મુક્તના પણ અનંત ભેદ શ્રીજી મહારાજે જણાવેલ છે. તો અક્ષરધામમાં જ્યારે મુક્ત ની પંક્તિમાં ઘણા બધા મૂકતો હતા. તોઓ પણ તપશ્ચર્યા અક્ષરધામ કરતા, એક વાત
બીજી વાત આપણે પણ અક્ષરધામમાં જઈ અને મહારાજની મૂર્તિ સામે જોવાનું છે એ જ કરવાનું છે તો એમાં પણ મૂકતના ઘણાંં પ્રકારના ભેદ છે
એટલે મહારાજને મુક્ત અક્ષરધામમાં વિનંતી કરે છે, કે હે મહારાજ, મને તમારા પ્રગટ સ્વરૂપની સેવા પ્રાપ્ત થાય એવું અમને કરો એટલે મહારાજેે દયાએ કરીને ભરત ખંડને વિશે મને મનુષ્ય દેહ આપી અને પ્રગટ પુરુષની સેવામાં જોડયો.
હવે મધ્યના પહેલા વચનામૃત મુજબ જો તમે એમાં ઉપાસનાને સમજીને મહારાજ ને વળગી રહો તો પાછા તમે તમારી અવધિ પૂરી થાય એટલે તમારું કાર્ય સંપન્ન કરી પ્રગટ ની સેવા કરી અક્ષરધામમાં જઈ શકો.
અને જે મુક્તના અનંત પ્રકારો ગણાવ્યા છેેે એમાં તમે એક ઊંચા પ્રકારની સેવા કરીને મોનિટર શકશો.
નંબર અને જો આ લોકમાં તમે વિષયના ભોગમાં કે બીજી કોઈ જગ્યાએ ભરાઈ ગયા તો ફરીથી પાછો લખ ચોરાસી નો ચકરાવો તમારો ઉભો થઇ જશે.
તો એક સત્સંગી હરિભક્ત પ્રગટની ઉપાસના અને આ બધું જોતા જો આ વિચાર આપણા ને આવે તો આપણા કેટલા મોટા ભાગે છે. એમ સમજી અને આ સત્પુરુષમાં આવા સર્વોપરી ભગવાન આવા ગુણાતીત અક્ષરમાં આપણુું જોડાણ થાય, તો આપણું અને આ જન્મે કાર્ય પૂરું થઈ જાય એવી પણ વાત શ્રીજીમહારાજે વચનામૃતમાં કહી છે, કે જે લાખ વર્ષનું કામ આપણે થોડામાં કરવાનું છે.
આ માનસીની શરૂઆત કેવી રીતે થઈ કે આજે જીવ છે મારો અનંતકાળ પહેલા તે ક્યાં ક્યાં હતો, તો હું ક્યારેક ગઢડામાં કોઈ કણબીનો છોકરો પણ બન્યો, તો ક્યારેક ગઢડામાં મહારાજના જ્યારે નાહતા ત્યારે બહાર બમ્બામાંથી પાણી પડતું તે ખળખળીયામાં હું નાહતો હતો.

તેમજ ઉપર જણાવ્યું તેમ જ્યારે અક્ષરધામમાં મારે મુક્ત તરીકેની સ્થિતિ હતી ત્યારે હું તેમના પીએ તરીકે પણ કામ કરતો હતો.
તદઉપરાંત કયારેક સારા સુકૃતમાં ક્યારેક કોઈક જૈન ધર્મના ઉપાસક તરીકે પણ હતો. આ બધું મને ફીલિંગ થયું.
આ બધા જ સત્કર્મો ને લીધે જે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તે હવે એ એળે ન જાય તે માટે સાવધાન થવાની જરૂર છે.

આજની સવારની માનસી
અસ્તુ
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
27 એપ્રિલ 2019 સોમવાર
અમદાવાદ

Sunday, April 26, 2020

વિદુરનીતિ નાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો

વિદુરનીતિ નાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો દરેકે વાંચવા જોઈએ - એક સંકલનરૂપે

૦૧. જેનું ચારિત્ર્ય સારૂં છે, તેના માટે આખી દુનિsયા એક પરિવાર છે.
૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથીં.
૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે.
૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે.
૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો.
૦૬. વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે.
૦૭. સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ.
૦૮. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે.
૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી.
૧૦. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ.
૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ.
૧૨. રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ.
૧૩. આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ.
૧૪. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે.
૧૫. રાજા, વિદ્વાન, વૃદ્ધ, બાળક, રોગીષ્ઠ, અપંગ અને મા-બાપ – આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે.
૧૬. ધીરજ, પુરુષાર્થ, પવિત્રતા, દયા, મઘુરવાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર – આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે.
૧૭. જે ધનવાન છે, પણ ગુણવાન નથી. તેની સોબત કદી ન કરવી.
૧૮. સતત પુરુષાર્થ કરનારને જ બધાં પ્રારબ્ધ સતત સાથ આપે છે.
૧૯. અહીં ‘સીધાં’ માણસને જ બધાં હેરાન કરે છે – માટે બહુ સરળ ન થવું.
૨૦. ‘જે થવાનું હતું, તે થઈ ગયું’ – તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો.
૨૧. પ્રેમ બધાં ઉપર રાખો. પણ વિશ્વાસ કદી નહિ.
૨૨. જે કદી પણ ક્રોધ કરતો જ નથી, તે પુરુષ યોગી છે.
૨૩. આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહિ.
૨૪. ધર્મનું આચરણ કરી, નીતિપૂર્વક કમાણી કરવી, એ પણ એક પરમસિદ્ધિ છે.
૨૫. ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી, એ ઘરના મર્દોની ફરજ છે.
૨૬. કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો.
૨૭. જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય, તેનાથી ચેતજો.
૨૮. જે પોતાને પ્રતિકૂળ છે, તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ.
૨૯. જે લોભી છે તેને આખી પૃથ્વી આપો તો પણ ઓછી જ પડવાની છે.
૩૦. જે શાસ્ત્રોથી વિરૂદ્ધ વર્તન કરે છે, તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે.
૩૧. દોરીથી બંધાયેલી કઠપુતળીની જેમ, જીવ દૈવને બંધાયેલો પરવશ છે.
૩૨. ક્રોધ શરીરના સૌદર્યને નાશ કરે છે.
૩૩. પરિવારને મૂકી, જે એકલો મિષ્ટાન્ન આરોગે છે, તેનું પતન નિશ્ચિત છે.
૩૪. જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહિ.
૩૫. જે વાદવિવાદ નથી કરતાં, તે સંવાદમાં જીતી જાય છે.
૩૬. ૠષિનું કુળ અને નદીનું મુળ જાણવા પ્રયત્નો કરવા નહિ.
૩૭. જે ભૂખ વગર ખાય છે, તે વહેલો મરે છે.
૩૮. દુર્જનોનું બળ હિંસા છે.
૩૯. મઘુરવાણી ઔષધ છે, કટુવાણી રોગ છે.
૪૦. બધા તીર્થોની કરેલી યાત્રા કરતાં, જીવદયા ચડિયાતી છે.
૪૧. પોતાના ઉપયોગ માટે મેળવેલ અનાજ, દહીં, મીઠું, મધ, તેલ, ઘી, તલ, કંદમૂળ, શાકભાજી, લાલ વસ્ત્રો અને ગોળ – આ ૧૧ વસ્તુઓ કોઈને વેચવી નહિ.
૪૨. સાપ, રાજા, શત્રુ, ભોગી, લેણદાર, સ્ત્રી અને પોતાનું શરીર – આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહિ.
૪૩. સ્નાન કરવાથી રૂપ, બળ, સ્વર, શોભા, સ્વચ્છતાના લાભ પ્રાપ્ત થાય છે.
૪૪. જે સેવક આજ્ઞાનું પાલન કરવાને બદલે, વ્યર્થ દલીલબાજી કરતો હોય, તેને વિના વિલંબે પાણીચું આપી દેવું જોઈએ.
૪૫. જે માણસ જેવો વ્યવહાર કરે છે, તેવો જ વ્યવહાર તેની સાથે કરવો.
૪૬. હણે તેને હણવામાં પાપ નથી.
૪૭. કોઈની વગર કારણે નિંદા કરવી, કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી – આ ત્રણ દુર્ગુણ, દુઃખ વધારે છે.
૪૮. જ્યાં અતિથિનો આવકાર થાય છે, જે પરિવારમાં મઘુર સંવાદ થાય છે, સંતોષકારક ભોજન થાય છે, તેમજ સેવા થાય છે ત્યાં સદાકાળ લક્ષ્મી છે.
૪૯. જ્ઞાનથી અભય, તપથી ગૌરવ, ગુરુસેવાથી જ્ઞાન અને યોગથી શાંતિ મળે છે.
૫૦. દિવસે એવુંને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય.
૫૧. જે સભામાં વૃદ્ધ નથી, તે સભા નથી; જે ધાર્મિક નથી, તે જ્ઞાનવૃદ્ધ નથી અને જેમાં સત્ય નથી, તેમાં કોઈ ધર્મ નથી.
૫૨. નાશ પામેલી કોઈપણ વસ્તુનો કોઈ શોક નથી કરતાં, તે પંડિત છે.
૫૩. માણસને જે વહાલું હોય છે, તેના અવગુણ દેખાતા નથી અને જે અળખામણું હોય છે, તેના સદગુણો દેખાતા નથી.
૫૪. પર્વતની ટોચ ઉપર, ઘરમાં, એકાન્ત સ્થળે, નિર્જનસ્થાન કે વનમાં, નદી કે સમુદ્ર કિનારે, કોઈ ધર્મસ્થાનમાં, જ્યારે સમય મળે ત્યારે બેસી આત્મમંથન કરવું.
૫૫. કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ.
૫૬. જે વૃક્ષ ઉપર ફળફૂલ બેસતાં નથી, તેનો પક્ષીઓ ત્યાગ કરી દે છે. તેમ મરેલાં માણસનો સગાવહાલાં તુરંત જ ત્યાગ કરી દે છે.
૫૭. જે ભાગ્યમાં લખેલું છે, તે ક્યારેય મિથ્યા થતું નથી.
૫૮. જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો.
૫૯. કારણ વગર જ બીજાના દોષો જોવા- કહેવા એ મહામૂર્ખતા છે.
૬૦. દૂધ, ફળ, દવા, પાણી, કંદમૂળ, કોઈપણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રતભંગ થતો નથી.
૬૧. માતા-પિતા, પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયુષ્ય, વિદ્યા, યશ વધે છે.
૬૨. શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી જ સંજોગો સુધરવાનું શરૂ થઈ જાય છે.
૬૩. કોઈપણ પ્રયોજન વગર, કોઈ પણ પ્રવાસ કરવો નહિ.
૬૪. જે પોતાનાં વખાણ (આત્મશ્લાધા) જ કરે છે, તે બધે અળખામણો બને છે.
૬૫. જીવનમાં જે માત્ર થોડાં લાભથી જ સંતુષ્ટ થઈ જાય છે, તે મહામૂર્ખ છે.
૬૬. કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુર્ત ત્યાગ કરી દેવો, ગામનું ભલું થતું હોય તો પરિવારનો, દેશનું ભલું થતું હોય તો ગામનો અને આત્માની જો મુક્તિ થતી હોય તો પૃથ્વીનું રાજ પણ છોડી દેવું.
૬૭. જે ઘેરથી અતિથિ નારાજ-નિરાશ થઈ જાય છે, તે ઘરનું પુણ્ય નાશ પામે છે.
૬૮. ક્રોધને શાંતિથી, દુર્જનને સૌજન્યથી, કંજૂસને દાનથી, અસત્યને સત્યથી, મા-બાપને સેવાથી, પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવાં.
૬૯. જેમ ઉચ્ચ કુળમાં જન્મેલ નીચ બની શકે છે, તેમ નીચ કુળનો ઉચ્ચ બને છે.
૭૦. જે અન્ન સારી રીતે પચી જતું હોય, તે જ માણસે ગ્રહણ કરવું.
૭૧. કાચાં ફળ તોડી લેનાર, ફળની અસલ મીઠાશ માણી શકતો નથી.
૭૨. નપુસંકને જેમ કોઈ સ્ત્રી પ્રેમ કરતી નથી, તે રીતે જે રાજા કે સ્વામી કે માલિકની કૃપા અને ક્રોધ જો વાંઝિયો હોય તો તેનો બધાં જ ત્યાગ કરે છે.
૭૩. જે ધાતુ તપાવ્યા વિના જ વળી જાય છે, તે ધાતુને તપવું પડતું નથી.
૭૪. જેને કકડીને ભૂખ લાગે છે, તેને રોટલો પણ મિષ્ટાન્ન છે. પરંતુ જેને ભૂખ જ લાગતી નથી, તેના માટે મિષ્ટાન્ન પણ વ્યર્થ છે.
૭૫. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જેનો કાબૂ નથી, તે શ્રેષ્ઠ ‘ગુલામ’ છે.
૭૬. સત્યથી ધર્મનું, સતત અભ્યાસથી વિદ્યાનું, સાદગી અને સુઘડતાથી સૌંદર્યનું અને સદગુણોથી કુળનું રક્ષણ થાય છે.
૭૭. અધર્મથી હજુ સુધી કોઈને સિદ્ધિ મળ્યાનું સાંભળ્યું નથી.
૭૮. શાન્તિ માટે ક્ષમા, સુખ માટે સમાધાન, કલ્યાણ માટે ધર્મ શ્રેષ્ઠ ઉપાય છે.
૭૯. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ નર્કનાં દ્વાર છે.
૮૦. સત્ય, દયા, તપ, અહિંસા, અચૌર્ય અને અપરિગ્રહ એ સ્વર્ગના દ્વાર છે.
૮૧. નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળિયો, બીકણ, આળસુ અને બહુ બોલનારનો કયારેય સંગ ના કરવો.
૮૨. હમેશાં પ્રસંગને અનુરૂપ પહેરવેશ ધારણ કરવો.
૮૩. જેવો પ્રશ્ન હોય, તેવો જ જવાબ આપો.
૮૪. જે બીજાના સુખે સુખી થાય છે, તે સજ્જન છે. પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે, તે સંત છે.
૮૫. જે શુભ કાર્યોમાં પોતાનાથી ચડિયાતાને આગળ રાખે છે, તે સફળ થાય છે.
૮૬. સમય આવ્યે જે શત્રુને પણ મદદ કરે છે, તેને ત્યાં અનર્થો આવતા નથી.
૮૭. બધાં તહેવારોમાં શક્તિ મુજબ જે પરિવારનું ઘ્યાન રાખે છે, તે સુખી છે.
૮૮. જેમ અગ્નિ ઈંધણથી સંતુષ્ટ નથી, તેમ કામી પુરુષ સ્ત્રીઓથી ધરાતો નથી.
૮૯. વિદ્યાર્થીને સુખ ક્યાંથી અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી ?
૯૦. ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે.
૯૧. જે ગાય સહેલાઈથી દોહવા દેતી નથી, તેને બહુ માર ખાવો પડે છે.
૯૨. ફૂલમાંથી જે રીતે ભ્રમર મધ લે છે, રાજાએ એ રીતે પ્રજા પાસેથી કર લેવો.
૯૩. રાજનીતિમાં ધર્મ જરૂરી છે, પણ ધર્મમાં રાજનીતિની જરૂર નથી.
૯૪. પોતાનું જરૂરી કામ પડતું મૂકી, બીજાનું કામ કરવા દોડી જાય, તે મહામૂર્ખ છે.
૯૫. કોઈપણ પ્રસંગમાં આમંત્રણ વગર જે દોડી જાય છે, તે અપમાનિત થાય છે.
૯૬. દૂરદર્શિતા, કુલીનતા, ઈન્દ્રિયનિગ્રહ, સ્વાઘ્યાય, પરાક્રમ, મિતભાષણ, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણો મનુષ્યને યશસ્વી બનાવે છે.
૯૭. આળસ, માદક દ્રવ્યોનું સેવન, વાતોડિયો સ્વભાવ, પરિવારની માયા, ધગશનો અભાવ, લાલચ, ચંચળતા અને અહંકાર – આ આઠ દુર્ગુણો હોય ત્યાં ક્યારેય વિદ્યા કે વિદ્યાર્થીનો વિકાસ થતો નથી.
૯૮. જે આસ્તિક છે, તે પંડિત છે.
૯૯. ન ગમાડવા જેવા લોકોને ગમાડે છે, ગમાડવા જેવાનો ત્યાગ કરે છે, તે મૂર્ખ છે.
૧૦૦. જે દુર્જનનો આદર સત્કાર કરતો નથી, તેને યશ અને મહત્તા મળે છે.
૧૦૧. ધન, પુત્ર, સદગુણી પત્ની, આજ્ઞાંકિત પુત્ર, નિરોગી શરીર અને વિદ્યા – સુખ આપે છે.
૧૦૨. સુપાત્રને દાન આપવું, એ ધનની પ્રતિષ્ઠા છે.
૧૦૩. બધાં જ ‘ઘા’ની દવા છે, પણ કટુવાણીના ‘ઘા’ની કોઈ દવા નથી.
૧૦૪. બુદ્ધિથી પાર પડાતાં કાર્યો શ્રેષ્ઠ, બળથી મઘ્યમ અને કપટથી અધમ હોય છે.
૧૦૫. બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં, સાચું બોલવું શ્રેષ્ઠ છે.
૧૦૬. એકલું અટૂલું ઊગેલું સુદ્દઢ મૂળવાળું વૃક્ષ પણ ઊખડે છે, તેવું માણસનું પણ છે.
હ૧૦૭. યાન, વિગ્રહ, આક્રમણ, આસન, સંધિ, શત્રુતા, સમાશ્રય એ રાજનીતિ છે.
૧૦૮. જે તદ્દન નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે, તેને અનાયાસે અપાર સુખ મળે છે...

Sunday, March 29, 2020

સંપ માટેનું સૂત્ર

પ્રમુખસ્વામી મહારાજે સંપ માટેનું સૂત્ર આપ્યું છે -
1. ખમવું, 
2. ઘસાવું, 
3. મનગમતું મૂકવું 
4.  અનુકૂળ થવું. 

આ પરમ સૂત્ર છે. આ પ્રમાણે રહીશું તો આમાં બધું આવી જાય છે.

Wednesday, March 18, 2020

રવિ સભા Boston USA ~ 06.10.2019

છઠ્ઠી ઓક્ટોબર 2019
રવિ સભા Boston USA
પૂજ્ય શાંત યોગી સ્વામી

પૂજ્ય શાંત યોગી સ્વામીએ આજે સ્વામીની વાત પ્રકરણ પાંચ ૧૪૩મી વાતો પર પર્વતભાઈ નો પ્રસંગ જણાવતા વાત કરી કે, સ્વામીની વાતો જાદુગરી છે, જીવને બ્રહ્મ કરનારી છે, પાંચ અનાદી તત્વ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ નો ઉલ્લેખ કરતાં બ્રહ્મ અને પરબ્રહ્મ એ માયા પરના તત્વ છે એટલે મહારાજ અને સ્વામી ની વાણી પણ માયા પર ની વાણી થઈ વચનામૃત અને સ્વામીની વાત આ બંને ગ્રંથ પણ માયા પરના ગ્રંથો થયા. જેમાં સર્વોપરી વાત છે, અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની વાતો છે. આ વાતોમાં જરાય અતિશયોક્તિ નથી તેની વાત કરતાં આલોકની હાવર્ડ યુનિવર્સિટી અને સરખામણી કરતા આપણું અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન એ કેટલું મહત્વનું છે, તે સમજાવતા સ્વામીએ વાત કરી છે પર્વતભાઈનું નામ ક્યાંય લખ્યું નથી પર્વત કારણકે પર્વતભાઈ ત્રણે અવસ્થામાં ભગવાનની દેખતા પાછળ બેસતા તેમ છતાં મહારાજે તેમનો ઉલ્લેખ કરેલ છે સત્સંગમાં મોટું કોણ કોનો સંબંધ છે. દિવ્યભાવ ગુણ ગ્રહણ મહિમા ઉપાસનાની દ્રઢતા આ બધા ગુણ જેનામાં હોય તે સત્સંગમાં મોટેરા અને મોટા એ જ જે દાસપણું, સત્પુરુષના ગુણ આવે અવગુણ લઈએ નહીં, બધામાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખે ત્યારે ખબર પડે કે સત્સંગમાં આગળ વધ્યા ની મારી નિશાની છે. તો સત્સંગમાં બધા મોટા છે અને હું સૌથી નાનો છું બધા દિવ્ય છે જો એવી સમજ આવે તો સમજવું કેવું સત્સંગમાં આગળ વધ્યો છું સત્સંગ એટલે સ્વભાવ ઘસવા માટેનું મહા આયોજન ગોખરવાળા હરખા પટેલનો પ્રસંગ ટાંકી અને તેનો પણ ઉલ્લેખ કર્યો. શાસ્ત્રીજી મહારાજ નું કીર્તન છે શાસ્ત્રીજી મહારાજ નો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે કરમે જડ્યો છે આ કીર્તનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે પુણ્યનો ઉદય સત્પુરુષની કૃપાથી થાય છે દર્શનથી થાય છે જ્યારે દર્શન થાય છે જ્ઞાન થાય છે અને સમજણ થાય છે ત્યારે સમજવું કે સત્પુરુષની કૃપા થઈ છે અહમ ક્યાં કરવાનો છે અક્ષરમ અહમ ત્યાં અહમ રાખવાનો છે અને પુરુષોત્તમ ના દાસ ભાવે રહેવાનું છે.
અંતમાં આ કરવા માટે પંચવિષય સાથેનો વિચાર તોડાવાનો વિચાર અને શેના માટે સત્સંગમાં આવ્યો છું તે એકજ નિશાન તથા એકાંતિક થવું ભગવાન અને સંત ને રાજી કરવા અને મોક્ષને કલ્યાણ માટે મારો આ જન્મ છે આ સત્સંગ છે અને સત્સંગમાં જન્મ થયો તે જ આપણું આમંત્રણ છે. તો આ પ્રકારે જ્યારે દ્રષ્ટિ કરી એટલે અક્ષરપુરુષોત્તમ માં જન્મ એટલે જ ગુરુ પરંપરા પરંપરા મળી છે દિવ્ય સત્સંગ અને સમાજ મળ્યો છે મહારાજ અને સ્વામી મળ્યા છે મનુષ્ય પ્રાપ્ત થયો છે નિષ્ઠા પ્રાપ્ત થઈ છે આવા ભવ્ય વિચારો પ્રાપ્ત થાય છે આવા છ વિચારો પ્રાપ્ત થયા છે ત્યારે આજે આપણે સાચા સત્સંગી મોટેરા સત્સંગી બનીયે અને જીવનને ધન્ય બનાવીએ

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ

Tuesday, March 17, 2020

એક આશરો તમારો મહંત સ્વામી મહારાજ


એક આશરો તમારો મહંત સ્વામી મહારાજ
માનતો હતો હું તારણહાર, તને પણ
એમાં હતો બીજા કોઈનો હાથ
હવે સમજાયું, કે
શાસ્ત્રાર્થ તો વહાલા કેમ સમજવા
મારા મને કર્યો પોકાર, કે વાલા
હજુ સમજી લેજે એને
ભરાયો તો નથી ભોંરિંગમાં ને
નિકાલ હવે બહાર ,
ખબર પડી કે હું તો હજુ ભરાયેલો જ છું
જાગ્યો સમજ્યો ત્યારે કઈ મારો મઝધાર પૂરો થયો ...
કલ્યાણ તો આમ થશે
29.3.18
10.20 am
સિડની


Monday, March 16, 2020

વિચાર બનાયે જિંદગી


વિચાર બનાયે જિંદગી
સેલ્ફટોક (Self talk)

સેલ્ફટોક એટલે કે જે વિચારો મનની અંદર આપણે કરીએ છીએ, અને તે મુજબ આપણે જે આચરણ કરીએ છીએ, અને જીવન જીવીએ છીએ. અને તેનાથી જે બહારનાં જગતનું નિર્માણ થાય છે. એ જ આપણું સેલ્ફ ટોક છે અને સેલ્ફ ટોક દ્વારા જ જીવન બનાવીએ છીએ. માટે આ સેલ્ફ ટોક સૌથી અગત્યનો વિષય, બાબત છે. જે તેને જાણી લે સમજી લે તેની જિંદગી બની જાય છે, તેને બહારના અને બીજાનાં વિચારો દુઃખી કરી શકતા નથી. એટલે તમને બીજા કોઈ સુખી કે દુઃખી કરી શકતું નથી આ સમજી લેવા જેવી બાબત છે.

જેને ભગવાન સ્વામિનારાયણ અંતર્દૃષ્ટિ પણ કહે છે. આજ નું મેનેજમેન્ટ ઓટો સજેશન તરીકે પણ તેને ક્યાંક ઓળખાવે છે

આમ પોતાના વિચારએ જ પોતાનું જીવન છે માટે નક્કી કરો તમારે કેવું જીવન જીવવું છે તો તેવા વિચારો કરવાના શરૂ કરો એ તરફ આચરણ કરવાનું શરૂ કરો પછી એ જિંદગી તમારી સમક્ષ હશે
આજે ઉચ્ચારેલા તમારા વિચારો અને શબ્દો જ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે એટલે કે વર્તમાન દ્વારાજ તમે તમારા ભવ્ય ભૂતકાળ કે ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકો છો.

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
03.09.2019

Sunday, March 15, 2020

વચનામૃત પ્રાર્થના

વચનામૃત જીવનભર 

હે મહારાજ ! હે સ્વામી ! 
આપની કૃપા અપરંપાર છે.આપની કૃપાથી અમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દિવ્યવાણી વચનામૃત રૂપે મળી. આ જ્ઞાન સિદ્ધ કરાવે એવા ગુણાતીત ગુરુ મળ્યા, મહંત સ્વામી મહારાજ મળ્યા. 

જે શાસ્ત્ર માત્રનો સાર છે, જેમાં આ લોક અને પરલોકના સુખ ની ચાવી છે, જેમાં અમારી સઘળી સમસ્યાઓનું સમાધાન છે, જેમાં પ્રગટ ભગવાન ની ઓળખાણ અને એમને સેવવાની સાચી રીત છે એ શાસ્ત્ર અમને મળ્યું છે. હવે... હવે મારે એ જ્ઞાનનો લાભ લેવો છે. મારા જીવનને ધન્ય બનાવવું છે.

હે મહારાજ, આપની આ વાણી પરમ સત્ય છે. એનું મનન અને નિદિધ્યાસન મારે કરવું છે. આ માટે હું રોજ વચનામૃત વાંચીશ. આ વચનામૃતના વાંચન વખતે હું આપનો સમાગમ કરું છું એવું અનુસંધાન મને રહે એવી કૃપા કરજો.આપ મારી બુદ્ધિમાં પ્રકાશ કરશો. આપની દિવ્ય વાણી મને સમજાય, યાદ રહે અને સમયે કામ આવે એવી મતિ આપશો. વચનામૃતના દ્વિશતાબ્દી મહોત્સવે વચનામૃત જીવનભર અમારું અંગ બની જાય એ જ આપનાં ચરણોમાં પ્રાર્થના.

સત્પુરુષ દ્વારા ચંદનના શીતળ છંટકાવ

જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સિદ્ધેશ્વર મહાદેવની આગળના ભાગમાં ત્રણ આસન બનાવ્યા હતા મધ્ય આસન ની સામે પથ્થર મૂકી તેના ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ચંદન ઘસીને તૈયાર કરતા હતા એક બાજુ બોચાસણના કોઠારી ત્યાગ વલ્લભ સ્વામી સુખડના લાકડાના ટુકડા આપે બીજી બાજુ મુંબઈના કોઠારી ચંદનની stick તૈયાર કરે.
ચંદનના પાણી ભરેલા વાટકા માંથી મુઠો પાણી ભરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌપ્રથમ બેઠેલા યજમાન (એટલે કે હું નરેન્દ્ર રાઠોડ) ઉપર મઠો ભરીને ચંદન અને પાણી મારા મોઢા અને માથા ઉપર છાંટયું, એ શીતલ છંટકાવ ને હું હજુ પણ અનુભવી શકું છું.

moral અને ફંડા :ઘણા સમયથી મારા મગજમાં વિચારોના રુદ્ર સંઘર્ષો કરી રહેલા, આ એક અંજલિ થી અજંપો દૂર થયો અને સત્પુરુષ દ્વારા ચંદનના શીતળ છંટકાવથી થતા થોડા જ સમયમાં શાંતિશાંતિ થઇ જશે એવી અનુભૂતિ થઈ 

આ મારી માનસી છે.

તારીખ 9 ઓક્ટોબર 2018
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ