પ્રાર્થના
મારી પ્રાર્થનાથી – ઉદ્વેગ ટાળો અને આનંદમાં રહો.
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સત્પુરૂષ પ્રગટ ગુરૂહરિ પરમ
પુજય મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઇ છે
ત્યારે મનમાં જરાય શંકા, આશંકા, કે સંશય કે ભય
રાખવો નહીં કે મારૂં કલ્યાણ થશે કે કેમ ? કે મારૂં શું થશે ?
ભગવાનને કોલ આપેલ છે કે, ભગવાન ભકતની અખંડ રક્ષામાં જ છે, જે કરશે તે સારૂ જ કરશે. હવે તો પ્રગટ સ્વરૂપ મળ્યું છે, તેમાં જીવ જોડી દઇને સ્વરૂપ નિષ્ઠામાં કોઇ ખોટ રાખવી નથી. પ્રાપ્તિનો વિચાર
રાખી સ્વરૂપનિષ્ઠામાં જીવ જોડી દેવો છે.
સત્ પુરુષના ગુણ ગાતા ગાતા બ્રહ્મરૂપ થઇ જવાશે.
ભગવાનનું કર્યુ સર્વે થાય છે, માટે ભગવાનને ધીન આધીન રહીને
દરેક ક્ષણે, દરેક જગ્યાએ આનંદમાં રહીને પરમેશ્વરનું ભજન કરતા
શીખી લઇએ તો મનમાં કોઇ જાતનો ઉદ્વેગ આવે જ નહી, ( ગ.પ્ર. ૭૪)
જય સ્વામીનારાયણ
Nashua, NH 03063
25-Sep-19 Wednesday 1:00 PM
અગ્યારસ
No comments:
Post a Comment